ગઈકાલે રાત્રે ભગવતી વિસ્તારમાં થયેલી મહિલાની કરપીણ હત્યા વિશે તેના પતિએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વિશે તેમને કંઈ પણ ખબર નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. ત્યારે આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પોલીસ તપાસ દરમિયાન હત્યા પહેલા મહિલા બહાર નીકળી તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.