ગોધરા: લહેરીપુરા નજીક બસ અકસ્માત : એક વૃદ્ધાનું મૃત્યુ, 55થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ખેડા જિલ્લાના લહેરીપુરા નજીક સેવાલીયા રોડ પર ખાનગી બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ. અકસ્માતમાં એક વૃદ્ધા મહિલાનું મોત થયું, જ્યારે 55થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ. સ્થાનિક લોકો અને તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને તમામ ઘાયલોને પ્રથમ સેવાલીયા ખાતે સારવાર આપી, બાદમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલમાં 20થી વધુ ઘાયલો દાખલ કરાયા હતા અને સારવાર બાદ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું. બસમાં મોટાભાગે સિનિયર સિટીઝન મહિલાઓ સવાર હતી. અકસ્મ