વલસાડમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી: ધરમપુરના કોસીમપાડામાંથી ૯.૫૦ લાખનો લીલો ગાંજો ઝડપાયો.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG વલસાડે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કોસીમપાડા ગામની સીમમાંથી ૧૯ કિલો લીલા ગાંજાના વાવેતર સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
સુરત વિભાગના આઈજીપી પ્રેમ વીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થો વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત SOG વલસાડના એ.એસ.આઇ સયદભાઈ બાબનભાઈ અને હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ગીગાભાઈને એક ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામના બારીપાડા ફળિયામાં દરોડા પાડ્યા હતા. અહીં તપાસ દરમિયાન આરોપીના કબજા ભોગવટાની ખેતીલાયક જમીનમાંથી લીલા ગાંજાનું મોટું વાવેતર મળી આવ્યું હતું.
પોલીસે અજયભાઈ શંકરભાઈ કુંવર ઉંમર ૩૧ વર્ષ રહેવાસી કોસીમપાડા, ધરમપુર ,વલસાડ ની ધરપકડ
Valsad, Valsad | Jul 11, 2026