આણંદ શહેર: કેળ ટિસ્યુયોજનામાં લાભાર્થી ખેડૂતો i khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી જોઈ શકશે 15સપ્ટેમ્બર પહેલા કેળ યોજનાની સહાય ચૂકવાશે
કેળ ટિસ્યુ યોજનામાં ઓનલાઈન સબમીટ કરેલ પાત્રતા ધરાવતી તમામ અરજીઓને નાયબ બાગાયત નિયામકશ્રી,આણંદ દ્વારા પૂર્વ મંજૂરી આપેલ છે જે અનુસંધાને જિલ્લાના ખેડૂતોએ આઇ- ખેડુત લોગીન આઈડી પર આઓ લાઇન જોઈ શકાશે. તમામ ખેડૂતોને ડીબીટી માન્ય લેબમાંથી ખરીદ કરેલ ટિશ્યૂ રોપાનું બિલ, ખાતર/જંતુનાશક દવાના અસલ બિલો સહિત તમામ સાધનિક કાગળો સત્વરે આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા નમ્ર અનુરોધ કરાયો છે.