ગોધરા: ગોધરાના વ્યસ્ત ચર્ચ સર્કલ પર ના રોડ વચ્ચે એસ.ટી. બસ ખોટકાતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો એક કલાક સુધી વાહનચાલકો અટવાયા
ગોધરાના વ્યસ્ત ચર્ચ સર્કલ પર ના રોડ વચ્ચે એસ.ટી. બસ ખોટકાતાં ભારે ટ્રાફિક જામ, સર્જાયો એક કલાક સુધી વાહનચાલકો અટવાયા. ટ્રાફિક પોલીસે ટીમ પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો..પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમા વડોદરાથી રણધીકપુર તરફ જઈ રહેલી એસ.ટી. બસ અચાનક ટેકનિકલ ખામીના કારણે ખોટકાઈ ગઈ હતી. આ ઘટના ગોધરા શહેરના સૌથી વ્યસ્ત અને સતત ટ્રાફિકથી ધમધમતા એવા ચર્ચ સર્કલ પાસે બની હતી. ચાલુ રસ્તે બસ બંધ પડી જવાને કારણે જોતજોતામાં ત્યાં વાહનોની લાંબી કતાર