અંજાર: શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી, જાણો શું છે
Anjar, Kutch | Oct 14, 2025 અંજાર શહેરમાં તા.૨૩/૧૦/૨૦૨૫ સુધી સવારના કલાક ૦૮.૦૦થી રાત્રીના કલાક ૨૪.૦૦ સુધી ફોર વ્હીલર-વાહનો અંજાર શહેરના ગુડ્ડી સર્કલથી ગંગાનાકા ગેટ સુધીનો ૧૨ મીટર રોડ ગુડ્ડી સર્કલથી ગંગાનાકા જવા માટે વાયા સવાસર નાકા તથા વાયા વરસામેડી નાકાવાળા રસ્તાઓનો ઉપયોગ થઇ શકશે તેમ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.સરકારી ફરજપરના વાહનો, ફાયર ફાઈટર પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામ અધિકૃત કરે તેવા વાહનોને જાહેરનામું લાગુ પડશે નહીં.