ગોધરા: ગોધરા તાલુકાના કુંડલા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બાઇક ઝડપાઈ: ચાલક ફરાર*
ગોધરા તાલુકાના કુંડલા ગામ નજીક પોલીસે રેડ પાડીને ગેરકાયદેસર વહન કરાતો વિદેશી દારૂનો જથ્થો અને એક બાઇક જપ્ત કર્યા છે. પોલીસને જોઈને બાઇક ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક પરથી અંદાજિત ₹૧૨,૦૨૦ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર મળી કુલ ૬૮ નંગ જથ્થો મળી આવ્યો હતો. નાસી છૂટેલા ચાલકની ઓળખ કલ્પેશ ઉર્ફે પીકો સબુરભાઈ પટેલ તરીકે થઈ છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડ