ગોધરા: BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જ્વાલા યુવા સંગઠન ઇન્ટ. ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ગોધરાના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જ્વાલા યુવા સંગઠન ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા ભાટિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને બિરદાવી ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાનો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, APMC પ્રમુખ માલવદીપસિંહ રાઉલજી અને નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ સહિત અનેક રાજકીય-સામાજિક મહાનુભાવો અને કલાકારો વિ