રાજુલા: રાજુલાના જૂની બારપટોડી ગામે સમાધાનને લઈને વિવાદને સર્જાતા તલવાર સાથે ધમાલ, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Rajula, Amreli | Oct 22, 2025 રાજુલાના જૂની બારપટોડી ગામે મનદુઃખના વિવાદને પગલે કાળુભાઈ ખાંભલાએ ખોડુંભાઈ મરમલને ગાળો આપી ધમકી આપી હતી, ત્યારબાદ હમીર લુણી તલવાર લઈને ગામમાં ધમાલ મચાવી ગાળાગાળી કરી હતી. આ અંગે ખોડુંભાઈ મરમલે રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.