ગોધરા: ગોધરા શહેરના ગેની પ્લૉટ વિસ્તારમાંથી રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી એસઓજી દ્વારા ઝડપાયો
ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાંથી રાયોટિંગ કેસમાં વોન્ટેડ આરોપી ઓસામા ઉર્ફે ઉસ્માન ઇલ્યાસ ધંત્યાની એસઓજી પોલીસે ધરપકડ કરી. ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે ફરાર હતો. હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રકુમાર પુંજાલાલને મળેલી બાતમીના આધારે પીએસઆઈ ડી.જી. વહોનીયા અને ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી ઈદગાહ મહોલ્લાનો રહેવાસી છે અને તેના સામે ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. આગળની કાર્યવાહી માટે તેને પોલીસ સ્ટેશનમાં સોંપ