ગોધરા: વાવડી ખુર્દ પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 યુવાનોના સ્થળ પર જ મૃત્યુ, સ્કોર્પિયો કારનો ચાલક ફરાર
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક વાવડી ખુર્દ ગામ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 3 યુવાનોના સ્થળ પર જ મોત થયા. હોટલ ચામુંડા નજીક માર્ગ બાજુ ઊભેલા બાઈક સવાર યુવાનોને ઝડપી કાર ચાલકે અડફેટે લીધા હતા. મૃતકોમાં દરૂણિયા ગામના 2 અને બેટિયા ગામના 1 યુવકનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ પોલીસે મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. પ્રાથમિક રીતે કાર ચાલકની બેદરકારી સામે આવી રહી છે, જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.