અમદાવાદ શહેર: બોડકદેવમાં સગુન 2 બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, CCTV
અમદાવાદના બોડકદેવમાં સગુન 2 બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો.. જેના cctv રવિવારે 10 કલાકે સામે આવ્યા છે.. સત્યાગ્રહ છાવણી પાસે આવેલી 3 માળની ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડનો કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન એપાર્ટમેન્ટના અન્ય રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.