કાલોલ: ફરિયાદીએ રૂ 7 લાખ આરોપીને આપ્યા હોવાનુ પુરવાર ન થતા ચેક રીટર્ન ફરિયાદમાં કાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુક્યો
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા અને ખેતી તથા વકીલાત કરતા ગીતાબેન બાબુભાઈ પરમાર દ્વારા કાલોલના આધાર મોલ પાસે સબર સોસાયટીમાં રહેતા ફિરદોષ સુલેમાન ગોરા સામે કાલોલ કોર્ટમા ચેક રીટર્ન ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને વચ્ચે તા ૦૮/૧૨/૨૦૧૧ ના રોજ રૂ ૨૧ લાખની જમીન અંગેનું બાનાખત થયુ હતુ અને તેના બાના અને ટાઇટલ માટે જુદી જુદી તારીખમાં ફરિયાદીએ આરોપીને રૂ ૭ લાખ ચૂકવ્યા હતા જે જમીન આરોપીએ અન્ય ને વેચી દેતા નાણાં ચુકવવા માટે આરોપીના ભાઈ સીરાજ સુલેમાન ગોરા