વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રાંત કચેરી ખાતે ધરણા કાર્યક્રમમાં જોડાયા અંબાજી નજીકના પાડલીયા ગામે પોલીસ અને આદિવાસીઓ વચ્ચે થયેલી હુમલાના ઘટનામાં આદિવાસીઓના ન્યાય માટે કોંગ્રેસ દ્વારા ધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાયા હતા તેમને પોલીસ પ્રશાસન અને સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા અને આદિવાસી જોડે અન્યાય ન થાય તે માટે હંમેશા સાથે રહીશું તેમ જણાવ્યું હતુ