સુરતના ગજેરા એન્ડ ગ્રુપ કંપની સહિત બિલ્ડર બગદાણાના ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ શનિવારે એટલે કે ચોથા દિવસે પણ યથાવત જોવા મળી હતી. આઇટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગજેરા ગ્રુપ પરથી 8 કરોડની રોકડ, સોનાના ઘરેણા, શેર બજારમાં રોકાણ સહિત મહત્વના દસ્તાવેજી પુરાવાઓ આઇટી વિભાગના હાથે લાગ્યા છે. જેની પણ તપાસ કરાવી રહી છે. બગદાણા ગ્રુપ દ્વારા જમીનના સોદા રોકડમાં કરવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી રહી છે.