દાહોદ એસઓજી પોલીસે ગરબાડાના દાદુર ગામેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે એક યુવકની અટકાયત કરી યુવકને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ ગરબાડાના દાદુર ગામે ચાર ચોકડી વિસ્તારમાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનો તેમજ શંકાસ્પદ ઈસમોની તપાસ કરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક યુવક પસાર થતાં પોલીસે તેને ઉભો રાખી તેનું નામ પુછતાં યુવકે પોતાનું નામ અરવિંદભાઈ ભારતસિંહ પરમાર (રહે.દાદુર, ગાળા ફળિયું, બસ સ્ટેશન સામે, તા.ગરબાડા, જિ.દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેની અંગઝડતી કરતાં તેની અંગઝડતીમાંથી પોલીસે એક દેશી હાથ બનાવટની પીસ્ટલ કિંમત રૂપીયા ૧૫,૦૦૦ તેમજ એક મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂપીયા ૧૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદ�
Dohad, Dahod | Jul 15, 2026