જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 26 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા, કાર્યાલય ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 23, 2026
ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય નારી ચોકડી ખાતેથી લેખિત માહિતીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં ચૂંટણીને લઇ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 26 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જેમાં પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં અન્ય પક્ષ કે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે.