રાપર: રાપરના સમાવાસ ખાતે જુગાર રમતાં ચાર ઝડપાયા, એક ફરાર
Rapar, Kutch | Oct 10, 2025 ગતરોજ બપોરે ૨.૩૦, ના અરસામાં રાપર પોલીસ પેટ્રોલિંગમાં કરી રહી હતી. ત્યારે સમાવાસમાં ગઢવીની દુકાન પાછળ અમુક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. પોલીસે આ સ્થળ પર રેઇડ કરતા આમીન હમીર ઘાંચી, હનીફશા કાસમશા શેખ, મુસ્તાક અલી અકબરશા શેખ અને અબ્દુલ અલીઅકબરશા શેખની ધરપકડ કરી લીધી હતી, પરંતુ લાલા ભવાન રાઠોડ નાસી ગયો હતો.પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ, બાઈક મળી કુલે રૂપિયા ૬૪,૩૦૦ નો મુદામાલ જપ્ત