વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતની મૂળ રચનાનું સામૂહિક ગાન કર્યું હતું. તેમજ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અને દેશના વિકાસમાં યોગદાન આપવાની શપથ લીધી હતી.