વઢવાણ: SOG પોલીસે સાયલા પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે બે ઇસમોને ઝડપી લીધા
સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે સાયલાના હડાળા ગામના વિપુલભાઈ ભૂપતભાઈ કુકવાવા ને ગેરકાયદેસર પિસ્તોલ કિંમત રૂપિયા 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા તેની પૂછપરછમાં આ પિસ્ટલ રાયમલભાઈ ભૂપતભાઈ ખમણી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને પણ ઝડપી લઈ બન્ને ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.