રાપર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોને બીએલઓની ફરજમાંથી મુક્ત કરી, પ્રાથમિક શિક્ષક સિવાયની અન્ય કેડરનાં કર્મચારીઓની બીએલઓ તરીકે નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી હતી.શિક્ષકોને લાંબા ગાળે અને સતત બીએલઓ તરીકે નિયુક્ત રાખવાથી શિક્ષણ કાર્ય પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. મહિલા શિક્ષિકાઓને પણ દૂર દૂરનાં અજાણ્યા વિસ્તારમાં ઘરોઘર જઈને કામગીરી કરવી, તેમની સુરક્ષા, આરોગ્ય તથા માનસિક તણાવ જેવી સમસ્યાઓ ઊભી થાય છે