ગોધરા: ગોધરા શહેરના દાહોદ રોડ પર કાર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘાયલ
ગોધરા શહેરના દાહોદ રોડ પર વંશ નર્સરી પાસે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક કારના ચાલકે રોડ ક્રોસ કરતી વખતે બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એરંડી ગામના ૨૪ વર્ષીય બાઈક સવાર યુવક મેહુલકુમાર પટેલીયાને મોઢા, હોઠ અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેમજ તેમના ઉપરના બે દાંત તૂટી ગયા હતા અને નાકમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બાબતે ઈજાગ્રસ્ત યુવકના પિતા શૈલેષભાઈ પટેલીયાએ ગોધરા શહેર એ-ડિવિઝન પોલ