સુરતના પુણાગામ વિસ્તારમાંથી પોલીસે માહિતીના આધારે મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.પુણા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માહિતીના આધારે ચિન્ટુ જબરસિંહ રાવ નામના ઇસમને ઝડપી તેની તલાશી લેતા 3.970 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો.જેની પાસેથી મોબાઈલ,ડ્રગ્સ મળી 29 હજાર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જે ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની વધુ તપાસ હાથ ધરી હતી.