ગોધરા: ગોધરાના કોઠી ત્રણ રસ્તા પાસેથી ₹૨ લાખની શંકાસ્પદ ઇકો કાર સાથે એક ઇસમ ઝડપાયો: પંચમહાલ SOGની કાર્યવાહી
પંચમહાલ SOG પોલીસે ગોધરાના કોઠી ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ ઇકો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે ‘માસુમ મોટર્સ ઓટો કન્સલ્ટન્ટ’ પાર્કિંગમાં વેચાણ માટે મુકાયેલી ઇકો કારની તપાસ કરી હતી. ગાડીના માલિક મોહમંદ સઇદ અબ્દુલ રઉફ ઉમરજી પાસે આર.સી. બુક ન મળી આવતા તેણે બેંકનું લેટર રજૂ કર્યું હતું. પરંતુ લેટરમાં દર્શાવેલા એન્જિન નંબર અને ગાડીના વાસ્તવિક એન્જિન-ચેસીસ નંબરમાં વિસંગતતા જણાઈ હતી. પોલીસે ₹2 લાખ કિં