વઢવાણ: જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત રસ્તાઓનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે, જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. આ કામગીરીનો હેતુ વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે.