ગોધરા: ગોધરાના ટીંબા નજીક રાજુપુરા ગામમાં જંગલી કપિરાજનો આતંક: મહિલા સહિત ૩ લોકોને બચકાં ભર્યા, વન વિભાગ પાસે પાંજરે પૂરવા માંગ
ગોધરાના ટીંબા નજીક રાજુપુરા ગામમાં જંગલી કપિરાજનો આતંક: મહિલા સહિત ૩ લોકોને બચકાં ભર્યા, વન વિભાગ પાસે પાંજરે પૂરવા માંગ ઉઠી ગોધરા તાલુકાના ટીંબા રોડ નજીક આવેલા રાજુપુરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી એક જંગલી વાનરે (કપિરાજ) ભારે આતંક મચાવ્યો છે. ગત રોજ આ કપિરાજે અચાનક આક્રમક બનીને ગામના ત્રણ લોકો પર હુમલો કરી દેતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજુપુરા ગામમાં રહેતા ૩૫ વર્ષીય સવિતાબેન પરમાર નામના મહિલા પર આ જંગલી વાનરે હિંસક હુમલો કર્યો