પાલીતાણા: જામવાળી ગામે સગીરની મારામારી મામલે અન્ય શખ્સો દ્વારા ઘરે પથ્થર ફેકાયાનો આક્ષેપ કરાયો
પાલીતાણાના જામવાળી ગામે થોડા સમય પહેલા સગીર વચ્ચે મારા મારી થઈ હતી જેમાં એક સગીરને ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે તેના ઘરે અન્ય શખ્સો દ્વારા પથ્થરો ફેંકાતા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી