ભાવનગર શહેર: બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ કરાયા મામલે બોરતળાવ પોલીસ મથક ખાતે 6 શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
ભાવનગર બોર તળાવ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના સ્વપ્ન સાકાર સહિતના વિસ્તારોમાં રહેતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી સાઇબર ફ્રોડ કરાયા મામલે 6 શખ્સોને પોલીસે ઝડપી લઇ રાજકોટ ખાતે સોંપી આપ્યા હતા અને જે અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.