રાપરના તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી તસ્કરોએ રૂા. ૨,૧૮,૨૦૦ના વાયરની ચોરી કરી હોવાનો બનાવ ગાગોદર પોલીસ ચોપડે નોંધાયો છે.પવનચક્કી નંબર એસ-૨૨૬માં ચોરી થઈ હોવાનું બહાર આવતાં સિક્યુરિટીના લોકો ત્યાં દોડી ગયા હતા. આ પવનચક્કીનાં તાળાં તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ અંદરથ કોઈ ધારદાર હથિયાર વડે કેબલ કાપી રૂા. ૨,૧૮,૨૦૦ની મતાની ચોરી કરી હતી તેમજ કેમેરા અને કંટ્રોલ પેનલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું.