અંકલેશ્વર સહિત જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી નવેમ્બરમાં ઠંડીનો પારો 17થી 20 ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યો છે.ભરૂચ શહેર જિલ્લામાં નવેમ્બર મહિનાના તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના છેલ્લાં 15 વર્ષના આંકડા જોઇએ તો નવેમ્બરમાં સામાન્ય રીતે 16થી 18 ડિગ્રી સુધી તાપમાન ગગડી જતું હતું. જોકે, છેલ્લાં 5 વર્ષમાં તે વર્ષ 2022ને અને હાલના તાપમાનને બાદ કરતાં વધીને 20 ડિગ્રીએ પહોંચી ગયું છે.