ગોધરા: TET-1 પાસ OBC ઉમેદવારોની ન્યાય માટે પોકાર: વિદ્યાસહાયકની ભરતીમાં અનામતના અમલ માટે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત
TET-1 પાસ OBC ઉમેદવારોએ ૨૦૨૬ની ૧૧,૦૦૦ વિદ્યાસહાયક ભરતીમાં ૨૭% અનામતનો ચુસ્ત અમલ કરવા કલેક્ટરને રજૂઆત કરી. ઉમેદવારોનો આક્ષેપ છે કે અગાઉ અનામતના નિયમોમાં ક્ષતિઓને કારણે લાયક ઉમેદવારો વંચિત રહ્યા હતા. તેમણે રોસ્ટર રજિસ્ટરના ૧૯૯૯ અને ૨૦૦૦ના ઠરાવો મુજબ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે કરવાની માંગ કરી. સાથે જ બેકલોગ બેઠકોનો સમાવેશ કરવાની પણ રજૂઆત કરવામાં આવી. ઉમેદવારોએ ચેતવણી આપી કે અનામત નીતિનું પાલન ન થાય તો બેરોજગાર યુવાનોમાં અસંતોષ ફેલાશે.