આજે તારીખ 22 જાન્યુઆરી ના બપોર બાદ યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્નીના મૃત દેહને અમદાવાદ હોસ્પિટલમાં પી.એમ.બાદ બંનેના પાર્થિવ દેહને માદરે વતન લીમડા લવાયા હતા, રાજવી પરિવારના એકના એક પુત્ર અને પુત્ર વધુના મોત બાદ સમગ્ર ગામ શોક મય બન્યું હતું, આ ઘટના ને લઇ લીમડા ગામમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ ભાજપના રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા , જ્યારે ગામમાં તમામ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી.