તાજેતરમાં મનપા દ્વારા કરમસદ ખાતે આવેલ અખંડ ઉદ્યાન ખાતે ઉભા કરવામાં આવેલ I AM સ્કૂપ પર ફક્ત આણંદ નો ઉલ્લેખ કરતાં છેલ્લા બે દાયકાથી સત્તા ની સીડી ચઢવા સરદાર પટેલ ના નામ ની રાજકીય ચોપાસ પાથરવામાં આવે અને તેમની જ કર્મભૂમિ પરના ઉદ્યાન ખાતે કરમસદના છેદ ઉડતાં સ્થાનિક સ્તરે ચચરાટ વ્યાપવા પામ્યા નું જાણવા મળેલ છે.