અંબાજી નજીકના પાડલીયા ગામે ગઈકાલે આદિવાસી વિસ્તારના લોકો દ્વારા પોલીસ,વનકર્મીઓ તથા અધિકારીઓ પર હુમલા ની ઘટના બની હતી ત્યારબાદ જિલ્લા કલેકટરે આજે આદિવાસી ભાઈઓ અને બહેનોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી હતી. ગઈકાલે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને આદિવાસી લોકોની સુરક્ષા સમ્માન અને અધિકારોની જાળવણી માટે સરકાર સંકલ્પ બદ્ધ છે તેમ જણાવ્યું હતું સાથે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કોઈ સહનશીલતા રાખવામાં આવશે નહીં તેમ પણ જણાવ્યું હતું.