ઊંઝા: ઊંઝામાં વિકાસ માટે 48 કરોડ મંજૂર: હવે પાણી ભરાવાની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ
Unjha, Mahesana | Oct 22, 2026 ઊંઝાના સર્વાંગી વિકાસ માટે સરકારે 48 કરોડના કામો મંજૂર કર્યા છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરના 5 મુખ્ય વિસ્તારોમાં નવી બોક્સ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે. નગર સેવા સદન દ્વારા આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે.