વાલિયા: વાલીયા પોલીસે દોલતપુર ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Valia, Bharuch | Oct 5, 2025 વાલીયા પોલીસે દોલતપુર ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.વાલીયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલીયાના નવાનગર ગામના વસાવા ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર વાસુદેવ જશુભાઇ વસાવાએ દોલતપુર ગામની સીમમાં દોલતપુર વગામાં ગણોતે રાખેલ ખેતરમાં શેરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 164 નંગ બોટલ મળી હતી.