સચિન ખાતે આવેલ રાજ અભિષેક સિટી હોમ્સમાં રહેતો સોનુ ઉર્ફે હથોડા રાકેશભાઈ રાજપુત ગત તા. ૨૮/૧૨/૨૦૨૫ના રોજ તેના મિત્ર ફૈઝાનના જન્મદિનની ઉજવણી કરવા પલસાણા આવ્યો હતો. રાત્રિના દસેક વાગ્યાના સુમારે જ્યારે તે મિત્ર સાથે પરત ફરી રહ્યો હતો, ત્યારે કેશરીનંદન પેટ્રોલ પંપ પાસે આવેલી સાવરીયા ચાની લારી નજીક આરોપી સોનુ પંડિત (રહે પલસાણા) અને તેના ત્રણ અજાણ્યા મિત્રોએ તેને અટકાવ્યો હતો. દોઢ વર્ષ પહેલાં થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપીઓએ જાહેરમાં બિભત્સ ગાળો આપી