વઢવાણ: ડમ્પીંગ સાઇટ પર કચરો સળગાવવામાં આવતો હોવાનો વિડિયો જાગૃત નાગરિકે વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
સુરેન્દ્રનગર ખમીસાણા રોડ પર આવેલ મહાનગરપાલિકા ની ડમ્પીંગ સાઈટ પર એકઠો કરવામાં આવેલ કચરો રાત્રિના સમયે સળગાવવામાં આવતા આસપાસના વિસ્તારોમાં ભયંકર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક દ્વારા વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.