રાજુલાના કોવાયા ગામમાં ખાનગી કંપનીમાં કામ કરતી મામુની નામની યુવતીએ અગમ્ય કારણોસર પંખા સાથે લટકાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે.