ભાવનગર શહેર: કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં યુવક પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Jun 3, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ વિસ્તારમાં ગત મોડી રાત્રે માથાકૂટ સર્જાય હતી. જેમાં મારામારીની ઘટના બનતા એક યુવક પર શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. જ્યાં હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.