શિનોર: મોટા ફોફળીયા સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કોલ્ડ સ્ટોરેજ મોર્ચેરીનું લોકાર્પણ કરાયુ
Sinor, Vadodara | Jul 11, 2024 શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અનેક પરિવારો વિદેશમાં વસવાટ કરે છે.આ પરિવારોના અંગત સ્નેહી સબંધીઓનું દુઃખદ અવસાન થતું હોય છે.ત્યારે તેઓને અંતિમ ક્રિયા માટે આવવા માટે ઘણી રાહ જોવી પડતી હોય છે.આ દરમિયાન પરિવારજનોને મૃતદેહને સાચવવામાં ઘણી મુશ્કેલી અનુભવતા હોય છે.ત્યારે મૃતદેહને સાચવી શકાય તે માટે સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રિક કોલ્ડ સ્ટોરેજ મોર્ચેરી ખરીદવામાં આવી છે.જેનું બપોરે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.