શિનોર: શિનોર નર્મદા નદીમાં ન્હાવા ગયેલા આધેડ પુરુષનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.
Sinor, Vadodara | Jul 12, 2024 શિનોર ગામે રહેતા 50 વર્ષીય ખુશાલભાઈ નર્મદા નદીના કાંઠે આવેલ રામજી ઘાટે ન્હાવા માટે ગયા હતાં.આ દરમિયાન એકાએક ખુશાલભાઈ નો પગ નર્મદા નદીમાં લપસી જતાં નર્મદા નદીના વહેતા પાણીમાં તણાઈ ને ડૂબી જતાં મોત નીપજયું હતું.જે અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા પોલીસને કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક રહીશોની મદદથી ખુશાલભાઈના મૃતદેહને બહાર કાઢી પી.એમ.અર્થે મોટા ફોફળીયા સી.એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.