શિનોર: શિનોરમાં રેલવે ગળનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા.
Sinor, Vadodara | Jul 11, 2024 શિનોર થી સાધલી,માલસર જવાના માર્ગ પર રેલવે ગળનાળુ આવેલું છે.જેમાં સામાન્ય વરસાદ પડે તો પણ રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં હોય છે.ત્યારે શિનોરમાં છેલ્લા 5 દિવસથી વરસાદે વિરામ લીધો છે.તેમ છતાં રેલવે ગળનાળા નીચે હજુ પણ ઘૂંટણસમાં વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે.જેના કારણે વાહન ચાલકો બે કીલોમીટર દૂર ફરીને જવા મજબૂર બન્યાં છે.