ધોળકા: ધોળકામાં શ્રી રામ નવમી નિમિત્તે ધોળકા યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
આજરોજ તા. 26/03/2026 ગુરૂવારે સાંજે 4 વાગે ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે થી શ્રી રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને શ્રદ્ધાંલુઓ જોડાયા હતા. ધોળકા ટાઉન પોલીસ ધ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.