ભાવનગર શહેર: ઘોઘા ગેટ ખાતે ખડગેના નિવેદન વિરુદ્ધ ભાજપનું મૌન ધરણા પ્રદર્શન
Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીના વિરોધમાં ભાવનગર ભાજપ દ્વારા આજે તારીખ 7 એપ્રિલના રોજ 5 કલાકે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા ગેટ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ ડો. હરેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ સરદાર પટેલ, ગાંધીજી અને નરેન્દ્ર મોદી જેવા મહાન સપૂતો આપ્યા છે, જેમનું અપમાન ગુજરાતીઓ સહન નહીં કરે.