અંકલેશ્વર: અંકલેશ્વર સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપૂરા ગામે પાંચ વર્ષ પહેલાં થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી
ગત તારીખ-27મી ફેબ્રુઆરી 2020ના રોજ ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામમાં લગ્ન પ્રસંગે ડી.જે.માં રાકેશ ઠાકોર વસાવા અને તેનો મિત્ર નાચતા હતા તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્રને લાફા ઝીકી તેના તે વચ્ચે છોડાવવા પડ્યા હતા જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો.જ્યાં તે ટીવી જોતો હતો તે દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.