બારડોલી: બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડિયા દરમિયાન સ્વચ્છતા સેલ્ફી કાર્યક્રમ યોજાયો
Bardoli, Surat | Sep 20, 2025 મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડિયાને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અવસરે બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવતા લોકોએ સ્વચ્છતા સેલ્ફી લીધી હતી.