ગોધરા: ગોધરા તાલુકાના દહીકોટ ગામે પાનમ નદીના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવકનું મૃત્યુ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામ નજીકથી પસાર થતી પાનમ નદીમાંથી આશરે ૨૫ વર્ષીય એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ૧૮ જૂનના રોજ સવારે આ યુવક કોઈ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડૂબી ગયો હતો, જેને પગલે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે સ્થાનિક રહીશ મગનભાઈ સોનાભાઈ પટેલે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે AD નોંધીને યુવકની ઓળખ મેળવવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.