અમદાવાદમાં રીક્ષા ચલાકની દાદાગીરી સામે આવી છે. રીક્ષા ચાલકે ઇન્દિરા બ્રિજ પર ટુ વહીલરને ટક્કર મારી અને ત્યાંથી ભાગી ગયો. જે બાદ યુવકે લગભગ 2 કિમી સુધી આ ઓટોને પીછો કર્યો અને તેને રોકવા કહ્યું, પરંતુ તે રોકાયો નહીં અને બેફામ રીતે વાહન ચલાવતો રહ્યો. અંતે તે કોતરપુર ટર્નિંગ પાસે અટક્યો, જ્યાં તેણે ગાળો આપી અને લોકો બોલાવી ધમકી આપી.