રાપર શહેરના અયોધ્યાપુરી પ્રાથમિક શાળા પાસે આવેલ નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂ રાખી વેચાણ કરે છે જે આધારે સ્થળ પર જઈ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂ. 1,13,530 ની કિંમતની બોટલો, રૂ.10,560 ની કિંમતના બિયરના 48 ટીન મળી કુલ રૂ..રૂ.1,24,090 નો મુદામાલ જપ્ત કર્યો હતો રેઇડ સમયે નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા હાજર મળ્યો ન હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો..